આંસુ ને અલગ કરી સ્રુષ્ટી નું ફુલો ભરેલુ સ્મીત તને મોક્લુ છુ.
પ્રભુ ને મળેલી મારી પ્રાર્થનાનો અખંડ આનંદ તને મોક્લુ છુ.
દીવા પર નું અજવાળુ તને મોક્લુ છુ.
મારા ભાગનો ગ્યાન પ્રકાશ તને મોક્લુ છુ.
તું વધુ મધુરી બને તેથી મારો સ્વરનાદ તને મોક્લુ છુ.
સ્નેહના સગપણ છે આતો ન છુટે ન ટુટે ના કોઇ લુટે
તું ક્યરેય એકલતા ના અનુભવે તેથી, સ્નેહ રંગી યાદ તને મોક્લુ છુ.
જોઇને તારુ સ્મીતભર્યુ મુખડું છલકી જાઇ છે આંખડી,
અંગત કેહવાઇ એવી હુંફ તને મોક્લુ છુ.
વેદના વીણી લીધી છે તારા ભાગની,
આનંદથી છલકતી ક્ષણ-ક્ષણ તને મોક્લુ છુ ..

0 comments: