ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહિ લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.

0 comments: